કચ્છની ટેનિસ સ્ટાર ભૂમિનું મોદીના હસ્તે સન્માન

રાજ્યની ટીમને રાષ્ટ્રીય કક્ષાએ વિજયી બનાવવા બદલ અમદાવાદમાં સ્કોલરશિપ સાથે ખેલાડીઓનું બહુમાન

ગત વર્ષે ભોપાલ ખાતે યોજાયેલી નેશનલ વુમન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવા બદલ રાજ્યની ટીમની કેપ્ટનશિપ સંભાળનારી કચ્છી શાન ટેનિસ પ્લેયર ભૂમિ પરમારનું આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી મોદીના હસ્તે સ્કોલરશિપ સાથે સન્માન કરાયું હતું.

જયશંકર સુંદરી હોલમાં મહિલા ખેલાડી સ્કોલરશિપ વિતરણ તથા નેશનલ ગેમ મેડલ વિજેતા ખેલાડીઓના સન્માન સમારંભમાં ભૂમિનું ખાસ સન્માન કરાયું હતું. જેમાં તેને સાડા ચાર હજારની સ્કોલરશિપ સાથે સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂમિએ ટેનિસક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી કચ્છ તથા ગુજરાતનું નામ અનેકવાર રાષ્ટ્રીયકક્ષાએ ચમકાવ્યું છે.
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply