ભુજના મંદિરમાંથી ૨૨ હજારની ચોરી

આશાપુરા રિંગ રોડ પરના ગાયત્રી મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણ તસ્કરો ઉઠાવી ગયા : ભાવિકોમાં રોષ

ભુજ શહેરના આશાપુરા રિંગ રોડ પર આવેલા મહાદેવ મંદિર પાસે ગાયત્રી મંદિરનું તાળું તોડીને હરામખોર તસ્કર રૂ.૨૨૦૦૦ની કિંમતના સોના-ચાંદીના આભૂષણ સાફ કરી જતાં ચકચાર વ્યાપી હતી.

સત્તાવાર મળતી વિગતો મુજબ આશાપુરા રિંગ રોડ પર આવેલા ગાયત્રી મંદિર પર ગત રાત્રે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા દરમિયાન તસ્કર ત્રાટક્યા હતા, જેમણે મંદિરના દરવાજાને મારેલું તાળું તોડીને અંદર પ્રવેશ કરી માતાજીની મૂર્તિને ચઢાવેલ સોનાનો ૧૫ ગ્રામનો હાર, ૨૦૦ ગ્રામનો ચાંદીનો મુગટ તેમજ સોનાના ઇયરિંગ મળીને કુલ ૨૨૦૦૦ના દાગીના ઉપાડી ગયા હતા.

આ મામલે તપાસ ચલાવતા સબ ઇન્સપેક્ટર કે.પી. પટેલે કહ્યું કે, તસ્કરીની જાણ થતાં જ મંદિરના સંચાલક હરિરામ ભીમજી ઠક્કરની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તસ્કરીની આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી વ્યાપી હતી.
Tags: , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply