માંડવીના સપૂતની ૮૧મી પુણ્યતિથિ

માંડવીના સપૂતની ૮૧મી પુણ્યતિથિ : દોઢ લાખ લોકોએ મેમોરિયલની લીધી મુલાકાત

ઇંગ્લેન્ડમાં રહીને ૭૩ વર્ષની જૈફ વય સુધી આઝાદ ભારતની ચળવળ જગાવનારા કચ્છી માડુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની જીવન જયોત ૩૦ માર્ચના જીનિવામાં બૂઝાઇ હતી. ૭૩ વર્ષ પછી વિદેશથી આધ ક્રાંતિકારીના અસ્થિકુંભ ભારતમાં વીરાંજલિયાત્રા સ્વરૂપે લઇ અવાયા અને ક્રાંતિગુરુંની જન્મ ભોમકા માંડવીમાં એશિયાનું નમુનેદાર ક્રાંતિતીર્થ બનાવીને ૮૧મી પુણ્યતિથિએ કચ્છ સપૂતને સાચો ન્યાય મળ્યો છે.

૪ ઓક્ટોબર ૧૮૫૭ના ગોમતીબેનના કુખેથી જન્મલેનાર શ્યામજી માંડવી, ભુજ અને મુંબઇમાં અભ્યાસ કરીને સંસ્કૃત પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. ૧૮૭૭માં કાશીના પંડિતોએ તેમને પંડિતની માનદ્ પદવી એનાયત કરતાં પંડિત શ્યામજી તરીકે ઓળખ મેળવી. સંસ્કૃત ભાષાના પ્રોફેસર બનવા માટે ઇંગ્લેન્ડની ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળવાથી ૧૮૭૯માં વિદેશ જઇ ત્યાં જ એમ.એ. સુધીનો અભ્યાસ કરીને બેરિસ્ટર અને પ્રોફેસર બન્યા.ભારત આવીને રતલામ, જૂનાગઢમાં દીવાન પદ શોભાવ્યું. અજમેર પાલિકાના પ્રમુખપદનો પદભાર સંભાળી વહીવટ ક્ષેત્રે કુશળતા મેળવી અને ફરી પાછા ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી તેમજ તેઓ ભારતના વિદ્યાર્થીઓને શિવાજી શિષ્યવૃતિ આપીને અંગ્રેજો પાસે નોકરી ન કરવી એવી શરત મૂકતા હતા.

અંગ્રેજોના દમનથી વાજ આવી ગયેલા ભારતીયોને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા માટે સોશિયોલોજીસ્ટ પત્રની શરૂઆત કરી ‘સ્વરાજપ્ત શબ્દનું ગૂંજન કરીને ભારતીયોને જાગૃત કર્યા હતા. ૧૮મી ઓગસ્ટ ૧૯૦૭માં સ્ટુગાર્ડનમાં સમાજવાદીઓના સંમેલનમાં શ્રીમતી ભીખાજી કામા, સરદારસિંહ રાણા અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માએ ભીખાદની સાડીમાંથી ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ સંમેલેનમાં લહેરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં ધ્વજના રંગ લાલ, લીલો અને કેસરી હતા.

શ્યામજીએ વિદેશમાં રહીને અંગ્રેજોની છાતી પર વિરોધના સૂરો રેલાવી ૧૯૦૫માં લંડનમાં વિરોધસભા કરી હતી. અંગ્રેજોને આંખના કાણાની જેમ ખૂંચતા શ્યામજીની અટક થાય તે પહેલા પેરિસ જતા રહ્યા અને પેરિસથી જીનિવા રહેવા લાગ્યા ૩૦ માર્ચ ૧૯૩૦ના ૧૧:૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તેમના અર્ધાંગિની ભાનુમતી વર્માને ભારત આઝાદ ન થાય ત્યાંસુધી પોતાના અસ્થિ દેશમાં ન લઇ આવવાનું વીલ કર્યું હતું.

૨૦૦૩માં જીનિવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાંતિગુરુના અસ્થિ ખભે ઉચકીને વીરાંજલિયાત્રા કાઢી હતી. જે માંડવી મધ્યે સમાપ્ત થઇ ત્યારે એશિયાનું નમૂનેદાર ક્રાંતિતિર્થ માંડવીમાં બનાવવાનો નિર્ધારજાહેર કરાયો. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૦માં દરિયાકિનારે ક્રાંતિતીર્થ ખુલ્લું મુકાયું. ફિલ્મી હસ્તીઓ સહિત દોઢ લાખથી લોકો કચ્છી સપૂત પર આફરિન થયા છે ત્યારે ૮૧મી પુણ્યતિથિએ સાચી શ્રદ્ધાંજલિ અર્પિત થઇ ગણાય.
Tags: , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply