માંડવી વહાણવટા ઉદ્યોગકારોને જહાજ બનાવવા પ્લોટની ફાળવણી કરવામાં આવતી હતી. તેની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડ લીઝ ધારાથી પ્લોટ આપવાના નવા ફતવાથી પ્લોટ ધારકો અને પ્રશાસન વચ્ચે યોજાયેલી સભાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઉદ્યોગકારોને પ્લોટ છ માસના ભાડાં પેટે નહીં પરંતુ લીઝ ધારાથી પ્લોટ આપવાની મડાગાંઠ ચાલતી હોવાથી જી.એમ.બીની બુધવારે પોર્ટ ઓફિસમાં ઉદ્યોગકારો સાથે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વહાણવટા એસોશિયેશનના પ્રમુખ કાસમભાઇ ભોલીમે વેરાવળ, પોરબંદર, જામસલાયામાં લીઝનો નિયમ લાગુ નથી પડતો તો માંડવી બંદર પર શા માટે લાગુ પડે તે મુદ્દે છણાવટ કરતા કહ્યું કે, જો લીઝનો નિયમ લાગુ પાડવામાં આવે તો પાકા પ્લોટની સાથે અનુસંગિક સુવિધા જોઇએ પોર્ટ પ્રશાસન અધિકારી આર.એમ.ડામોરે લીઝના નિયમો ગાંધીનગર કચેરી દ્વારા અપાયેલા પરપિત્રથી અમલી બનતા હોવાનું જણાવતા મામલો બિચકતા એક તબક્કે બરખાસ્ત કરવી પડી હતી.
આર.એમ.ડામોરે કહ્યું કે, પ્લોટ અને લીઝની રકમ એક સમાન હોવાથી ભાડું વધવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યારે પ્લોટ લીઝથી આપવો કે છ માસના છુટક રાબેતા મુજબ આપવો તે નક્કી કરવાનું કામ ગાંધીનગર ટ્રાફિક મેનેજરનું હોવાથી તે બાબતે ગાંધીનગર ખાતે રજૂઆત કરીને ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે. જુનિયર કલાર્ક મનીષ કટારિયાએ પોલીસ ફરિયાદ કરી હતી પણ પોર્ટ ઓફિસરે સમાધાન કરાવ્યું હતું.

0 comments