ભુજ સુધરાઇને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૭ કરોડ ૪૧ લાખની આવક થઇ છે. જોકે ગયા વર્ષ કરતાં ૪૫ લાખનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર વર્ષમાં સઘન કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં આંકડાઓ જાહેર કરાયા હતા.
ભુજ નગર સેવા સદન દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ જ માસમાં ૪ કરોડ ૨૮ લાખ ૪૦,૩૭૪ની રકમ પાલિકાની તિજોરીમાં જમા થઇ હતી. આવકમાં ઘટાડા અંગે જૂની વસૂલાતનું પ્રમાણ ઘટવું. વસતી ગણતરી અને ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત વરસાદ - માવઠા જેવા પરિબળોને જવાબદાર ઠેરવાયાં છે. વસૂલાતમાં જોડાયેલા કર્મચારીઓને સન્માનવા તથા ધર્મેન્દ્રસિંહ ચાવડાના વિદાયમાનના પ્રસંગે બોલતાં નગરપતિ નરેન્દ્રભાઇ ઠક્કરે કહ્યું કે, ગયા વર્ષે વિપરીત પરબિળો છતાં થયેલી કામગીરી પ્રશંસનીય છે.
કાર્યક્રમમાં ચીફ ઓફિસર ચેતન ડુડિયા, ઉપપ્રમુખ મંજુલાબેન વોરા, બાપાલાલ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રમેશ સોલંકી, રમેશ વારા, ભૂપેન્દ્ર મહેતા, હરેન વૈધ્ય જયંત લીંબાચિયા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.
૪૫ હજાર જેટલી મિલકતો
૪૫ હજાર જેટલી મિલકતો ભુજ શહેરમાં છે જે પૈકી ૨૦ હજારની એરિયા બેઝમાં કન્વર્ટ થઇ ચૂકી છે અને બાકી રહેતી ૨૫ હજાર મિલકતો પાસેથી આવતા વર્ષે વેરા વસૂલી પાલિકાની વેરા વસૂલાત ઝડપી બને તેવી લાગણી નગરપતિએ વ્યક્ત કરી હતી.
ક્યા વેરાનું કેટલું પ્રમાણ
પ્રો. ટેક્સમાં ૮૪.૩૦ ટકા
ગટર ટેક્સમાં ૬૮.૮૯ ટકા
વોટર ચાર્જ ૩૮.૫૮ ટકા
સફાર વેરો ૧૮.૦૩ ટકા
શિક્ષણ ઉપકર ૭૩.૮૩ ટકા
હાઇલાઇટ્સ
૫૩૦ બાકીદારોને પાઠવાઇ નોટિસ, ૩૭ પાણીના કનેકશનો થયાં કટ, સ્થળ ઉપર જઇ ૩૦૨ ગ્રાહકો પાસેથી લેણાં વસૂલાયા

0 comments