અઢી લાખની વસતીવાળું ગાંધીધામ ૨૦ લાખ બિસ્કિટ ઝાપટી જાય છે
લો બોલો હવે કચ્છમાં બિસ્કિટ પણ વધુ ખવાય છે. જી હા, રાજ્યમાં માથાદીઠ વપરાશ કચ્છમાં સૌથી વધુ જણાયો છે. બિસ્કિટ ઉત્પાદન કરનારી કંપનીઓ એક જણ બે બિસ્કિટ ખાય એ રીતે તેના વેચાણની યોજના બનાવતી હોય છે, પરંતુ કચ્છમાં આ આંક વ્યક્તિ દીઠ ૨૦ બિસ્કિટનો થાય છે. આમાં સૌથી વધુ બિસ્કિટ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલૂમ પડ્યાં છે
.
કચ્છમાં ખવાતાં ૨૦ બિસ્કિટ પૈકીના ૧૨ બિસ્કિટ માત્ર આ જ કંપનીના છે જ્યારે જ્યારે બાકીના ૮ બિસ્કિટ અન્ય જાણીતી કંપનીઓના છે. આ હકીકત કચ્છમાં છેલ્લા પાંચ દાયકાથી ચોકલેટ બિસ્કિટનું વેચાણ કરતી ગાંધીધામ સ્થિત હરેશકુમાર તુલસીદાસ કંપનીને વર્ષ ૨૦૧૦નું રાજ્યમાં સૌથી વધુ બિસ્કિટ વેચાણ માટેની ટ્રોફી મળી છે.
કંપનીના સ્થાપક ૭૬ વર્ષીય હરેશકુમાર આજે પણ તેમના પુત્ર રાજેશ સાથે કામ કરે છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે, કચ્છમાં સૌથી વધુ બિસ્કિટ ગાંધીધામમાં ખવાય છે. ૭૫ ટકા બિસ્કિટ માત્ર ગાંધીધામવાસીઓ આરોગી જાય છે. જ્યારે સમગ્ર કચ્છમાં ૨૫ ટકા ખવાય છે. ગાંધીધામની વસતી ૨.૫ લાખ છે. તેની સામે ૨૦ લાખ બિસ્કિટ આરોગી જવાય છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં વસતીના પ્રમાણમાં માથાદીઠ વપરાશ ખૂબ જ ઓછો જણાયો છે. કચ્છના લોકો ખાણી-પીણીના આમ પણ શોખીન રહ્યા છે.

0 comments